A- A A+

Find a Physician

findphysician

From a family practitioner to the most sophisticated neurologists, JFK Medical Center's staff includes some of the most highly respected physicians in the northeast. For a referral to a JFK physician, click here.

JFKTV

video pregnancy

Congratulations to JFK Family Medicine Center: Center for Pregnancy for being selected as a 2015 Community Leader of Distinction!

દરદી અને મુલાકાતી માહિતી

ઉત્કૃષ્ટ દરદી સંભાળ અને મુલાકાતીના આરામ માટે પ્રતિબધ્ધ

JFK Medical Center ખાતે, દરદીને સંતુષ્ટ કરવા માટે ગુણવત્તાસભર દરદી સંભાળ તથા સમર્પણ અમારી સૌથી પહેલી પ્રાથમિકતા છે. સંભાળની ગુણવત્તા ઉચ્ચ દરદી સંતોષ સ્કોર, ઉત્તમ તબીબી પરિણામો, અમારા ચાલુ સંશોધન તથા ઍકડેમિક (શૈક્ષણિક) કાર્યક્રમોમાં પ્રતિબિંબિત થાય છે.

અમારા દરદીને સાજા થવા માટે મુલાકાતીઓ મહત્ત્વપૂર્ણ છે, અને અમે તમને તમારા મિત્ર અથવા પ્રિયજન સાથે મુલાકાત લેવા માટે આમંત્રણ આપીએ છીએ. JFK Medical Centerનો સમગ્ર સ્ટાફ તમારી મુલાકાતને શક્ય હોય તેટલી સુખદ અને આરામદાયક બનાવવા શક્ય હોય તે બધી વસ્તુઓ કરશે.

જ્યારે તમે અથવા તમને જેને માટે લાગણી હોય તેઓ હૉસ્પિટલમાં દાખલ હોય ત્યારે રાહત અનુભવવી મુશ્કેલ બની જાય છે. JFK Medical Center ખાતે, અમે તમારી મુલાકાતને વધુ આરામદાયક બનાવવા માટે ઘણી સુવિધાઓ પૂરી પાડીએ છીએ.

સમગ્ર મેડિકલ સેન્ટરમાં વાયરલેસ ઇન્ટરનેટ ઉપલબ્ધ છે -- નિ:શુલ્ક:

તમે ઉતાવળમાં હોવ અથવા તો અનુકૂળતા શોધતા હોવ તો, મુખ્ય પ્રવેશ દ્વાર પર $2માં વૅલે પાર્કિંગ સ્થિત થયેલ છે. વૅલે પાર્કિંગ સોમવારથી લઇ શુક્રવારે, 8:00 a.m. to 8:30 p.m. સુધી ઉપલબ્ધ હોય છે..

નકશો અને દિશાસુચનો

પાર્કવે--નોર્થ અથવા સાઉથ (ઉત્તર અથવા દક્ષિણ)

જો તમે નોર્થ અથવા સાઉથ તરફ ગાર્ડન સ્ટેટ પાર્કવે પર પ્રવાસ કરતા હોવ તો એગ્ઝિટ 132 લો. રેમ્પની શરૂઆતમાં , રૂટ 27માં સીધા જમણી તરફ વળો. આશરે 1-1/2 જેટલા માઇલ આગળ વધો રૂટ 27 પર. ડંકીન ડોનટ પર જેમ્સ સ્ટ્રીટ પર જવા જમણે વળો. JFK Medical Center ડાબી તરફ છે.

ટર્નપાઇક--નોર્થ અથવા સાઉથ

જો તમે નોર્થ અથવા સાઉથ તરફ ન્યુ જર્સિ ટર્નપાઇક પર પ્રવાસ કરતા હોવ તો એગ્ઝિટ 11 લો. ટોલ પ્લાઝા પસાર કર્યા પછી જમણી તરફ વળી અને ગાર્ડન સ્ટેટ પાર્કવે નોર્થ તરફ દાખલ થાવ. પાર્કવે તરફ લેવા એગ્ઝિટ 132 લો. રેમ્પની શરૂઆતમાં , રૂટ 27માં સીધા જમણી તરફ વળો. આશરે 1-1/2 જેટલા માઇલ આગળ વધો રૂટ 27 પર. ડંકીન ડોનટ પર જેમ્સ સ્ટ્રીટ પર જવા જમણે વળો. JFK Medical Center ડાબી તરફ છે.

રૂટ 1--નોર્થ અથવા સાઉથ

રૂટ ૧ પર નોર્થ અથવા સાઉથ તરફ પ્રવાસ કરતા હોવ તો, મેનલો પાર્ક મોલ/પર્સોનેજ રોડ તરફ એગ્ઝિટ લો. રૂટ 27 પરની ટ્રાફિટ લાઇટ સુધી એક માઇલ જેટલા પર્સોનેજ રોડ તરફ આગળ આવવું. સીધા આગળ વધો (ડંકીન ડોનટ જમણી તરફ આવશે, રાઇટ એઇડ ડાબી તરફ ), અને રૂટ 27 પસાર કરો, જ્યાં પર્સોનેજ રોડ જેમ્સ સ્ટ્રીટ બની જાય છે. JFK Medical Center ડાબી તરફ ટૂંકા અંતરે છે. ટ્રકો અને બસો પર્સોનેજ રોડના લો ક્લિઅરન્સથી વાકેફ હોવા જોઇએ.

રૂટ-287--સાઉથ

રૂટ 287 પર સાઉથ તરફ પ્રવાસ કરતા હોવ તો, મેટુચેન/ન્યુ ડરહામ માટે એગ્ઝિટ 3 લો. ટ્રાફિક લાઇટ પર ડાબી તરફ વળો. બે ટ્રાફિક લાઇટ સુધી સીધા આગળ વધો ત્યારબાદ જ્યાં રોડ વળે છે તેને અનુસરો અને તે રૂટ 27 નોર્થ બની જાય છે. 5મી ટ્રાફિક લાઇટ સુધી જાવ અને જેમ્સ સ્ટ્રીટ પર જવા રાઇટ એઇડ્ની ડાબી તરફ વળો. JFK Medical Center ડાબી તરફ ટૂંકા અંતરે છે.

મુલાકાત સમય

તમને જેના માટે લાગણી હોય તેની મુલાકાત લેવી 

જો તમે મુલાકાતી હોવ તો, જ્યારે તમને જેના માટે લાગણી હોય તે હૉસ્પિટલમાં દાખલ હોય ત્યારે  તેમને તમારો ટેકો બતાવવા માટે અમે તમને પ્રોત્સાહિત કરીએ છીએ. તમારી મુલાકાત એક મિત્ર અથવા પરિવારના સદસ્યમાં ધૈર્ય વધારશે.  દરદીના શ્રેષ્ઠ હિત માટે, અમે દિવસનો નિશ્ચિત સમય મુલાકાત સમય તરીકે મર્યાદિત કરીએ છીએ. તમે મુલાકાત લો તે પૂર્વે અમે પ્રસ્થાપિત કરેલ છે તે દિશાસૂચન સાથે તમારી જાતને પરિચિત કરો તે એક સારો વિચાર છે.

મુલાકાત સમય

સામાન્ય મુલાકાત સમય 1:00 p.m. થી- 8:30 p.m. છે (સિવાય કે પ્રસૂતિ પછી, આઇસીયુ/આઇસીસીયુ , પિડિઆટ્રિક્સ અને રીહેબ). એક જ સમયે બે કરતા વધુ મુલાકાતીને અનુમતિ આપવામાં આવતી નથી. બાળકો ૧૨ વર્ષ અથવા તેનાથી મોટા હોવા જોઇએ. મુખ્ય પ્રવેશ દ્વાર 8:30 p.m. થી 5:30 a.m.સુધી બંધ રહે છે. જો તમે વધારાના સમયની અંદર યુનિટમાં કોઇ વ્યક્તિની મુલાકાત લેતા હોવ તો, કૄપા કરીને આપાતકાલીન રૂમ પ્રવેશનો ઉપયોગ કરશો.

પિડિઆટ્રિક્સ/ઍડૉલેસન્ટ

સામાન્ય મુલાકાત સમય: 10:00 a.m. - 8:30 p.m. એક સમયે એકસાથે બે લોકો મુલાકાત લઇ શકે, અન્યોએ મુખ્ય લૉબિમાં રાહ જોવી પડશે. જેઓએ હાલમાં જ શસ્ત્રક્રિયા કરાવી હોય અથવા જેઓ ગંભીર માંદગીમાં હોય તેઓ માટે બાળકોની મુલાકાત માટે પ્રતિબંધ હોઇ શકે.  12 વર્ષની નીચેના બાળકો દ્વારા ભાઇબહેનની મુલાકાત લેવા પર પ્રતિબંધ હોય છે; 2 વર્ષથી નીચેના બાળકો પિડિઆટ્રિક્સ, જેને ચેપયુક્ત એકમ ગણવામાં આવે છે તેની મુલાકાત લઇ શકશે નહીં.

માતાપિતા/વાલી/દાદા-દાદી: 8:00 a.m. - 8:30 p.m. માતાપિતા/વાલીમાંથી કોઇ એક વ્યક્તિ દરદી સાથે આખી રાત રહી શકે. અમે ભારપૂર્વક ભલામણ કરીએ છીએ કે 12 વર્ષથી નીચેની વયના દરદી સાથે, ખાસ કરીને 4 વર્ષથી નીચેની વયના બાળકો માટે, બાળકની ભાવાત્મક અને સંપર્ક જરૂરિયાતોને પૂરી કરવા માટે વાલી તેમની સાથે રહે.

2 વર્ષથી 17 વર્ષના ભાઇબહેન: દરરોજ મુલાકાતના બે કલાક કરતા ઓછા સમયગાળા સાથે, સોમવાર થી શુક્રવાર 6:00 p.m. - 8:00 p.m., શનિવાર અને રવિવાર 2:00 p.m. - 8:00 p.m. પિડિઆટ્રિક દરદીઓ જેઓ આઇસોલેશન (અલગ)માં છે તેઓની મુલાકાત ભાઇબહેન અથવા અન્ય બાળકો લઇ શકશે નહીં.

મેટર્નિટિ, પોસ્ટ-પાર્ટમ અને ગાયનેકોલોજિ

JFK Medical Centerના બર્થિંગ કેન્દ્ર ખાતે, નવા માતા-પિતા બનતા તમામ માટે જરૂરી એવી સલામતી, આરામ, સુખસગવડ અને એકાંતને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેથી અમે મુલાકાતીઓને અમારા સ્ટાફ અને નવા માતા-પિતાનો ખ્યાલ રાખવાની ખાસ વિનંતી કરીએ છીએ. પ્રસૂતિવેદના, પ્રસૂતિ અને પ્રસૂતિ પછી સાજા થવાની પ્રક્રિયા દરમિયાન, બર્થિંગ ઓરડામાં એક જ સમયે બે સહાયક વ્યક્તિઓ કરતા વધુ રહી શકશે નહીં. મુલાકાતીઓએ બર્થિંગ ક્ષેત્ર અથવા મેટર્નિટિ દરદી રૂમમાં આવકારવામાં આવતા નથી તેઓએ કુટુંબ પ્રતિક્ષાલય અથવા હૉસ્પિટલના અન્ય સાર્વજનિક ક્ષેત્રોમાં રહેવું જોઇએ. અમે વિનંતી કરીએ છીએ કે મુલાકાતીઓએ પરિવારના ઓરડાની બહારના ઓરડામાં રહેવું નહીં કારણકે એથી અન્ય માતાઓ તથા નવજાત શિશુઓ જેઓ આરામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓને ખલેલ થઇ શકે. કૃપા કરી પરિવારના ઓરડામાં દાખલ થતા પૂર્વે નર્સિંગ સ્ટાફ સાથે ચકાસણી કરવી.

પિતા/સહાયક વ્યક્તિ: 7:00 a.m. - મિડનાઇટ (રાત્રિના 12 વાગ્યાનો સમય). પિતા/સહાયક વ્યક્તિ કોઇપણ સમયે સ્પેશિઅલ કેર નર્સરિમાં મુલાકાત લઇ શકશે.

દાદા-દાદી અને ભાઇબહેન સહિત, સામાન્ય મુલાકાત સમય: 11:00 a.m. - 8:30 p.m. ચાર લોકોની મર્યાદા છે, જેમાં પિતા/સહાયક વ્યક્તિનો સમાવેશ થતો નથી. 12 વર્ષથી નીચેની વયના બાળકો માટે ભાઇબહેનની મુલાકાત લેવા પર પ્રતિબંધ છે, નવજાત શિશુના ભાઇબહેન ૨ વર્ષ કરતા વધુ વયના હોવા જોઇએ, અને ૧૦ વર્ષની નીચેની વયના ભાઇબહેનની પુખ્ત મુલાકાતી દ્વારા દેખરેખ રાખવામાં આવશે.

રીહબિલિટેશન/બ્રેન ટ્રૉમા યુનિટ (એકમ)

સોમવાર થી શુક્રવાર:  4:00 p.m. - 8:30 p.m, શનિવાર અને રવિવાર: 1:00 p.m. - 8:30 p.m. બ્રેન ટ્રૉમા યુનિટમાં મુલાકાત સમયનું કડક પાલન કરવામાં આવે છે.

ઇન્ટેન્સિવ કેર યુનિટ / ક્રિટિકલ કેર યુનિટ

7:00am - 8:15am and 7:00pm - 8:15pmના સમયગાળા દરમિયાન કોઇ મુલાકાતી નહીં અથવા ફોન કૉલ નહીં.